લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / આગામી ફિલ્મમાં સની દેઓલ મહારાણા પ્રતાપની ભૂમિકા નિભાવશે

ઇસ.2001માં રિલીઝ કરવામાં આવેલી ફિલ્મ ગદરે દર્શકોના દિલ પર છાપ છોડી હતી.ત્યારે દર્શકો આ ફિલ્મના બીજા ભાગ માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.જેમાં સની દેઓલ અને અમીષા પટેલને મોટા પડદે જોવા ચાહકો આતુર બન્યા છે.ત્યારે બીજીતરફ સની દેઓલ મોટી સરપ્રાઈઝ આપવાના છે.જેઓ આગામી સમયમાં ગદર 2 બાદ યોદ્ધા મહારાણા પ્રતાપનું પાત્ર નિભાવશે.જે ફિલ્મનું નિર્દેશન વિક્કી રાણાવાત કરવાના છે.વિક્કી પોતે મહારાણા પ્રતાપની ભૂમિ મેવાડ સાથે સંબંધ ધરાવે છે.વિક્કી પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો,ટીવી શો અને ડોક્યૂમેન્ટ્રી બનાવી ચૂક્યા છે.