લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / આગામી સમયમા ઈલેક્ટ્રીક વાહનોની દુનિયા બદલાઈ જશે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ,મોબાઈલ મેન્યુફેક્ચરિંગ જેવી ટેક્નોલોજીમાં પ્રગતિ કરનાર ચીન આગામી સમયમા નવી ક્રાંતિ લાવવાની તૈયારી કરી રહ્યું છે.ત્યારે તેના અંતર્ગત ચીનના શહેર ચાંગશામાં રસાયણશાસ્ત્રીઓ,એન્જિનિયરો અને ઉત્પાદન કામદારો બેટરીના ભવિષ્યને નક્કી કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.જેમાં અત્યારસુધી લિથિયમ બેટરીના ઉત્પાદનમાં નિપુણતા મેળવનાર ચીન નવી ક્રાંતિ માટે પ્રયાસ કરી રહ્યું છે.ત્યારે આગામી સમયમાં આ પ્રયોગ સફળ થશે તો બેટરી ખૂબ સસ્તા ભાવે તૈયાર થશે.આમ સોડિયમ સમગ્ર વિશ્વમાં મીઠાના એક ભાગ તરીકે જોવા મળે છે.ત્યારે લિથિયમની સરખામણીમાં સોડિયમની કિંમત 3 ટકા સુધી જ રહી છે એટલે કે લિથિયમની કિંમત રૂ.100 હોય તો સોડિયમ રૂ.3માં મળી શકે છે.સોડિયમ બેટરી વર્ષો સુધી દરરોજ ચાર્જ થઈ શકે છે.આ સિવાય તેની તાકાત પણ વધારી શકાય છે.