લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / આગામી સમયમાં રીઝર્વ બેન્ક 25 બેઝીક પોઈન્ટ વ્યાજ વધારશે

અમેરિકાએ બેન્કીંગ કટોકટી છતા જે રીતે દેશની મધ્યસ્થ બેન્ક દ્વારા વ્યાજદરમાં 25 બેઝીક પોઈન્ટનો વધારો કરાયો છે તે બાદ બેન્ક ઓફ ઈંગ્લેન્ડે પણ વ્યાજદર વધાર્યા છે.તે પછી ભારતમા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા તે ભણી છે.જેમા દ્વીમાસીક ધિરાણ નીતિ માટેની બેઠક આગામી 3 એપ્રિલે શરૂ થશે અને 6 એપ્રિલે રિઝર્વ બેન્ક વ્યાજદર વધારા અંગે નિર્ણય લેશે ત્યારે આ અંગે રીઝર્વ બેન્ક 25 બેઝીક પોઈન્ટનો વધારો કરે તેવી ધારણા જોવા મળી રહી છે.આમ સતત વધતા જતા વ્યાજદરથી બેન્કોમાં ધિરાણ રીપેમેન્ટની સ્થિતિ પર થતી અસર અંગે પણ ચકાસવા રીઝર્વ બેન્કે તમામ બેન્કોને જણાવ્યું છે.