લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી સમયમાં અમદાવાદમાં એન.આઈ.એનું વડુમથક બનશે

ગુજરાત સરહદી રાજ્ય છે.આ સિવાય રાજ્યના સરહદી વિસ્તારો તેમજ દરિયાકાંઠાઓથી માદક પદાર્થો,હથિયારો સહિતની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહી છે. ગુજરાત રાજ્યની સરહદો પાકિસ્તાનની બોર્ડર સાથે જોડાયેલી છે,તેથી ગુજરાતની સરહદ સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ગણાય છે.આ તમામ બાબતોને ધ્યાને રાખી ગૃહમંત્રાલયે મહત્વનો નિર્ણય લીધો છે.જેમા ગૃહમંત્રાલયે ગુજરાતના અમદાવાદમાં આવેલા જગતપુરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીનુ વડુમથક બનાવવાનો નિર્ણય લીધો છે અને તેને લીલીઝંડી આપી દેવામાં આવી છે.એન.આઈ.એનુ પોલીસ સ્ટેશન અમદાવાદમાં કાર્યરત થાય તે માટે ગૃહ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.આ સિવાય રાજ્યના ગૃહમંત્રાલયે એન.આઈ.એના તમામ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાનુ જાહેરનામું બહાર પાડ્યું છે.