લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી સમયમાં વડોદરામાં નવા ઢોરવાડા ઉભા કરવામાં આવશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જાહેર માર્ગો પરથી રખડતાં પશુઓને પકડી લાલબાગ,ખાસવાડી તથા ખટંબા સ્થિત ઢોર ડબ્બા ખાતે રાખવામાં આવે છે.ત્યારે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ અનુસાર જાહેર માર્ગો પરથી રખડતાં પશુઓને પકડવાની કામગીરીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હોવાથી તેમજ મુખ્યમંત્રી અને અધિક મુખ્ય સચિવ તરફથી સમગ્ર રાજ્યની તમામ કોર્પોરેશનમા ઉપલબ્ધ પ્રત્યેક ઢોર-વાડાઓની ક્ષમતામાં વધારો કરવા તેમજ નવા ઢોર-વાડા ઉભા કરવા સૂચના આપવામાં આવી છે ત્યારે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ 2022-23ની જોગવાઈમા રખડતાં ઢોર નિયંત્રણ માટેની રૂ.10 કરોડની જોગવાઈ કરવા સુચના અપાતા મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ગાંધીનગરના હુકમમાં ઢોર નિયંત્રણ માટે નાણાંકીય વર્ષ 2022-23માં રૂ.10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.ત્યારે આ કામ માટે વડોદરા કોર્પોરેશનને રૂ.2 કરોડ ફાળવવામા આવ્યા છે,જ્યારે નવા ઢોરવાડા બનાવવા રૂ.6.70 કરોડનો ખર્ચ થશે.