લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી સમયમાં ભુપેન્દ્ર પટેલ અને પાટીલ પ્રવાસ કરશે

ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે મિશન લોકસભા 2024નો આરંભ કર્યો છે.ત્યારે ગુજરાતમાં સતત ત્રીજીવાર તમામ લોકસભા બેઠકો પર વિરોધી પક્ષના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થાય તેવો વિક્રમી વિજય મેળવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.ત્યારે તેને પાર પાડવા માટે પ્રદેશ એકમ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે.ત્યારે આ કામગીરીની સમયાંતરે સમીક્ષા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અલગ-અલગ જિલ્લાઓમાં પ્રવાસ યોજી બેઠકો યોજનાર છે.જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરાથી જનપ્રતિનિધિઓના સંકલન બેઠકની શરૂઆત કરી છે.જેમા જિલ્લાના તમામ ભાજપના ધારાસભ્યો,સાંસદ,તાલુકા અને જિલ્લાના ચુંટાયેલા હોદેદારો,સહકારી સંસ્થાઓના ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે મુખ્યમંત્રીની સંકલન બેઠક યોજાઈ હતી.