દેશમાં કોરોના થોડો ધીમો પડયો છે પણ ચોમાસા સહિતની ઋતુમાં દેખાતા ડેંગ્યુ તાવ ઉતરપ્રદેશ સહિતના રાજયોમાં ડેંગ્યુથી સેંકડો મોત થયા છે ત્યાં એક નવી ચિંતામાં કોરોનાની માફક ડેંગ્યુના મચ્છરમાં પણ આવેલો નવા વેરીએન્ટે આપ્યા છે. જે નવો વાયરલ તાવ ઉતરપ્રદેશમાં સૌથી વધુ કહેર મચાવી રહ્યો છે. ડેંગ્યુનો નવો સ્ટ્રેઈન ડી-ટુ જોવા મળ્યો છે. જેની અસર ફિરોઝાબાદ,મથુરા અને આગ્રામાં જોવા મળી છે તો મધ્યપ્રદેશના રાયગઢમાં 422 બાળકો ડેંગ્યુથી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે જ્યારે 2 બાળકોના મૃત્યુ બાદ આ પ્રકારના ડેંગ્યુથી મૃત્યુ પામનારની સંખ્યા 57 થઈ ગઈ છે. આમ ડેંગ્યુ ચાર પ્રકારનો હોય છે. જેમાં ડી-ટુ ખતરનાક છે. આ પ્રકારના ડેંગ્યુ બિમારી સર્જે છે સાથે તે જાનલેવા ગણે છે અને મચ્છર કરડયા બાદ 2 થી 7 દિવસમાં તેની શરૂઆતમાં માથાનો દુ:ખાવો,આંખોની પાછળ પિડા ઉલ્ટી,હાડકા,માંશપેશીમાં દર્દ અને ચકકર આવવા જેવી સ્થિતિ બને છે અને ગંભીર બને પછી લોહીની ઉલ્ટી,શ્ર્વાસ ખૂબ ચડવો અને અન્ય લક્ષણ દેખાય છે અને અગાઉ ડેંગ્યુ થયો હોય તો પણ આ બીજા વેરીએન્ટને વધુ ખતરનાક ગણાય છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved