ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ આગામી સમયમાં જાહેર કરી દેવામાં આવનાર હોવાથી ધો.10 પછીના ડીપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે.ત્યારે આ અંગે આગામી 16મીથી ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે જે આગામી 14 જુન સુધી ચાલશે.ત્યારબાદ આગામી 21 જુને પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ જાહેર થશે.ત્યારબાદ આગામી 21 જુન થી 25 જુન સુધી મોકરાઉન્ડ ચોઇસ યોજાશે.28 જુને મોક રાઉન્ડ પરિણામ 30 જુને ફાઇનલ મેરીટ જાહેર કરવામાં આવશે.30 જુનથી 3 જુલાઇ ચોઇસ ફેરફાર,6 જુલાઇ પ્રથમ રાઉન્ડ ફાળવણી અને 6 જુલાઇ થી 10 જુલાઇ દરમિયાન પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ફી ભરવાની રહેશે.આમ રાજયની 145 ડીપ્લોમા ઇજનેરી કોલેજોની 68,161 જેટલી બેઠકો માટે આ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.જેના પ્રથમ તબકકામાં ત્રણ વર્ષ 2023 પહેલા ધો.10 પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે.જેમા ધો.10નું પરિણામ જાહેર થયા પછી રેગ્યુલર વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે ત્યારે ચાલુ વર્ષે રજિસ્ટ્રેશન ફીમાં રૂ.50નો વધારો કરવામાં આવ્યો છે.આ અગાઉ જે વિદ્યાર્થી દીઠ રૂા.200 લેવામાં આવતા હતા તે ચાલુ વર્ષે રૂ.250 રજિસ્ટ્રેશન ફી લેવાશે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved