લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આગામી સમયમાં દ્વારકા કોરિડોર બનાવાશે

કાશી વિશ્વનાથ,મહાકાલ લોક તેમજ મથુરા બાદ આગામી સમયમા સૌરાષ્ટ્ર-ગુજરાતની કૃષ્ણભૂમિ એવી દ્વારકામાં દેવભૂમિ કોરિડોર બનાવવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.જેમાં કેન્દ્ર સરકારે દ્વારકામાં પશ્ર્ચીમ ભારતના આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજના બનાવી છે.જેમા દ્વારકા-પોરબંદર-સોમનાથ લીંક પ્રોજેકટ શરૂ કરવામાં આવશે.જેમા પોરબંદર સુદામાનું જન્મસ્થળ છે જયારે સોમનાથ નજીક ભગવાન શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો. આ સિવાય દ્વારકાથી 13 કી.મી દુર શિવરાજપુર તથા 23 કી.મી દુર ઓખા બીચની સુરત બદલવાની પણ યોજના છે.ત્યારે આગામી 6 થી 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમી પર્વે દ્વારકા કોરિડોરનુ કામ શરૂ કરવામાં આવશે.જેમાં દ્વારકા કોરિડોરનો પ્રોજેકટ મહાકાલ લોકના ધોરણે હાથ ધરાશે.જેમાં દ્વારકાધીશ મંદિરથી લઈને બેટદ્વારકા તથા જયોતિર્લિંગ નામેશ્વર સુધીના મંદિરોને જોડવામાં આવશે.જેમા રૂક્ષ્મણી-બલરામ મંદિર,સાંવલિયાજી મંદિર,ગોવર્ધનનાથ મંદિર,મહાપ્રભુ બેઠક,વાસુદેવ,હનુમાન મંદિર તથા નારાયણ મંદિરને આવરી લેવામાં આવશે. આ સિવાય ઓખા થી બેટદ્વારકાને જોડતો સિગ્નેચર બ્રીજ તૈયાર થઈ રહ્યો છે.જેમા રૂ.870 કરોડનો ખર્ચ થશે.જેમા બેટદ્વારકા દ્વીપને વિશ્વસ્તરની બનાવવાની યોજના છે.જેના પ્રથમ તબકકામાં રૂ.138 કરોડનો ખર્ચ થશે.જેમાં પ્રવાસન,વોટરસ્પોર્ટસ,મરીન ઈન્ટરપ્રિટેશન સેન્ટર, લેકફેટ,ડોલ્ફીન બુઈંગ ગેલેરી સહિતના પ્રોજેકટ હાથ ધરાશે.આ સિવાય ભગવાન દ્વારકાધીશના સ્વરૂપવાળી 108 ફુટની મૂર્તિ બનશે જે કૃષ્ણની સૌથી ઉંચી મૂર્તિ હશે.