લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી સમયથી માસિક રૂ.15000 સુધીની આવક ધરાવતા કુટુંબોને અન્ન સુરક્ષાનો લાભ મળશે

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનીંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે.જેમાં શહેરી વિસ્તાર માટે જે કુંટુંબનો કોઈપણ સભ્ય માસીક રૂા.15 હજારથી ઓછી આવક ધરાવતો હોય તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે.આ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં માસીક 15 હજારથી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે,આમ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ દ્વારા 14 માર્ચે બહાર પડાયેલા ઠરાવમાં મહતમ લોકોને અન્ન સલામતીનો લાભ મળે તેવો ફેરફાર કરવામાં આવ્યો છે તે મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં અગ્રતા ધરાવતા કુટુંબોમાં 2020ના ઠરાવ મુજબ જે કુંટુંબનો કોઈપણ સભ્ય માસીક 10 હજારથી વધુ માસીક આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા માટે બાકાત રખાતા હતા તેમાં નવી આવકમર્યાદા મુજબ જે કુટુંબનો સભ્ય માસીક 15 હજારથી વધુ આવક ધરાવતો હોય તો એટલે કે કુટુંબની વાર્ષિક આવક રૂ.1,80,000થી વધુ હોય તો તેને અન્ન સુરક્ષા માટે બાકાત રાખવાના રહેશે.ભારત સરકાર દ્વારા ગુજરાતમાં 382.84 લાખ વસતી અન્ન સલામતી માટે આવરી લેવાની મહતમ મર્યાદા નકકી કરાઈ છે.જેમાં ગ્રામ્ય વિસ્તારની 258.78 લાખ અને શહેરી વિસ્તારની 124.06 લાખ વસતીને આવરી લેવામાં આવી છે.