બોલીવૂડની ક્લાસિક ફિલ્મ મુગલ એ આઝમના ડાયરેક્ટર કે.આસિફ પર બાયોપિક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે પાનસિંહ તોમર ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનારા તિગ્માંશુ ધુલિયા આ ફિલ્મ બનાવવાના છે.કે.આસિફ માંડ 5 થી 6 ધોરણ ભણેલા હતા.જેઓ વ્યવસાયે દરજી હતા.તેમાંથી તેઓ ઓલટાઈમ ગ્રેટ કહી શકાય તેવી ફિલ્મ કેવી રીતે બનાવી શક્યા તેની વાત બહુ જ રોમાંચક છે.તેમની જિંદગીમાં અનેક ઉતાર-ચઢાવ તથા રોમાંચક ઘટનાઓ જોવા મળી હતી.આમ કે.આસિફે મુગલ એ આઝમ પહેલા ફૂલ ફિલ્મ બનાવી હતી તેમની ત્રીજી ફિલ્મ લવ એન્ડ ગોડ હતી.આ ફિલ્મ અનેક કારણોસર અટવાઈ ગઈ હતી અને તેમના નિધનનાં 15 વર્ષ બાદ રજૂ થઈ હતી.
Error: Server configuration issue
Home / Entertainment / આગામી સમયમાં ફિલ્મ દિગ્દર્શક કે.આસિફની બાયોપિક બનશે
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved