લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વધતી મોંઘવારીથી ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રી પર ગંભીર અસર જોવા મળી

મોંઘવારીનાં કારણે માંગ ઘટવાના કારણે ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ પર તેની નકારાત્મક અસર જોવા મળી રહી છે.જેમાં માંગમાં ઘટાડાના કારણે એપેરેલ ઈન્ડસ્ટ્રીઝનાં ટોપ રિટેલર્સ,મેન્યુફેકચર્સ,ફેબ્રિક સપ્લાયર્સનાં વોલ્યુમ ફલેટ થઈને માઈનસ 2 ટકા પર આવી ગયું છે.જેમાં કલોથિંગ મેન્યુફેકચરીંગ એસોસીએશન ઓફ ઈન્ડિયાના એપ્રિલ 2023ના ત્રણ દિવસનાં ફેબ્રિક એસેસરીઝ શોમા 20 ટકા ઓછો બીઝનેસ થયો હતો.જેમા ગત વર્ષે રૂ.2500 કરોડનો બિઝનેસ થયો હતો.મોંઘવારી,ગ્લોબલ,મંદીનો માહોલ અને કોમોડીટીની કિંમતોમાં વધારો છતાં 2023માં ઈન્ડસ્ટ્રીએ 15 ટકાનો ગ્રોથ કર્યો પરંતુ કપડા 15-20 ટકા મોંઘા થઈ ગયા છે.જેમા મોંઘવારી વધવાથી લોકો કપડાની ખરીદી ટાળી હતી અને વોલ્યુમ ફલેટ થઈ ગયુ હતું.