લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતના મંત્રીઓને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજીથી સજજ કરવામાં આવશે

ગુજરાત સરકારના તમામ મંત્રીઓ માહિતી મેળવવા માટેની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય તે માટે સરકારો તમામ મંત્રીઓ,તેમના કાર્યાલયોને આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સ નામની નવી ટેકનોલોજીથી સજજ કરવાનું નકકી કર્યું છે.ત્યારે આ માટે મંત્રીઓના કાર્યાલયમાં બે અધિકારીઓને એઆઈની તાલીમ આપવામાં આવશે.જેમા આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સ એ એક એવી ટેકનોલોજી છે કે જેનાથી વિશ્વનો કોઈપણ પ્રકારનો ડેટા પ્રાપ્ત થઈ શકશે.આ ટેકનોલોજી રાજય સરકાર તેના વિવિધ વિભાગોને જેતે નિર્ણય લેવામાં અત્યંત ઉપયોગી સાબીત કરશે.જેમા મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટની બેઠકમાં એઆઈ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.