લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી સમયમાં ગુજરાતમા પરિક્રમા પથ પ્રોજેકટ બનશે

દેશના વિવિધ રાજયોને રોડ માર્ગથી જોડવા માટે ગુજરાત સરકારે 3500 કિલોમીટરનો પરિક્રમા પથ પ્રોજેકટ તૈયાર કર્યો છે.જેમાં સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ તથા સાપુતારા જેવા સરહદી ક્ષેત્રોમાંથી આ પથને આગળ ધપાવવામાં આવશે.આ પ્રોજેકટને અંદાજીત બે વર્ષમાં પૂર્ણ કરવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે.જેમાં ત્રણ કોરીડોર નિર્માણ પામશે જેમાં પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાપુતારા લીંક રોડને પૂર્વોતર બેલ્ટ સાથે જોડવામાં આવશે.જ્યારે બીજો દક્ષિણ ગુજરાતના દરીયાકાંઠાથી સૌરાષ્ટ્ર સુધી લંબાવવામાં આવશે.જયારે ત્રીજો કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદથી શરૂ થશે અને ઉતર ગુજરાતને કવર કરી લેશે.