લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આગામી સમયમાં ભારતમાં એફ-35 ફાઇટર જેટ બનશે

આગામી સમયમાં ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થવાનો છે.ત્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલા એર ઈન્ડિયા શોમાં સ્ટીલ્થ ફાઈટર જેટ જોવા મળ્યા હતા.ત્યારે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન અને એરોસ્પેસ ડિફેન્સ એજન્સીએ સ્ટીલ્થ ફાઈટર જેટ એમકાની કિંમત,ડિઝાઈનિંગ અને ઉત્પાદન ભારતમાં કરવા પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.ત્યારે આ પ્રોજેક્ટને ટૂંક સમયમા અંતિમરૂપ આપી દેવામાં આવશે.જે પ્રોજેક્ટ પાછળ રૂ.15 હજાર કરોડનો ખર્ચ પણ થશે.આમ વર્તમાનમાં આ જેટ ચીન,રશિયા અને અમેરિકા પાસે છે અને આગામી સમયમાં ભારત પાસે પણ હશે.આ ફાઈટર જેટ રડારની પકડમાં આવતા નથી.આ જેટને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે કે તે દુશ્મનના રડારથી બચીને છટકવાની તાકાત ધરાવે છે.આ જેટ્સની બોડી ખાસ પ્રકારની મટીરિયલથી બનાવાયેલી છે.