લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઈન્ડિયન ઓઈલ આલ્કોહોલમાંથી ઉડ્ડયન ઇંધણ બનાવશે

ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર ફરી એકવાર તેજીમાં આવી રહ્યું છે.ત્યારે દેશમાં એરપોર્ટની સંખ્યામાં વધારો થતા તે 100ને પાર થઈ ગઈ છે.આ સ્થિતિમાં ઉડ્ડયન ઇંધણની પણ માંગ વધી જવા પામી છે.ત્યારે આ માંગને પહોંચી વળવા માટે ઇન્ડિયન ઓઇલ પાણીપતમાં નવો પ્લાન્ટ સ્થાપવા જઇ રહી છે.આ જોઈન્ટ વેન્ચર પ્લાન્ટ પર રૂ.3000 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે.ત્યારે ઈન્ડિયન ઓઈલ આ પ્લાટમાં આલ્કોહોલમાંથી ઉડ્ડયન ઈંધણ બનાવશે.આ પ્લાન્ટમાં સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ તૈયાર કરવામાં આવશે.આ માટે આલ્કોહોલમાંથી જેટ ફ્યુઅલ બનાવવાની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.આ બાયો જેટ ફ્યુઅલ હશે અને તે સામાન્ય ઉડ્ડયન બળતણ જેવા જ ગુણધર્મો ધરાવે છે જ્યારે કાર્બન એનિમેશન ઘણું ઓછું છે.આ સિવાય ટાટા ગ્રુપ એર ઈન્ડિયા અને વિસ્તારા જેવી ફ્લાઈટ સેવાઓનું સંચાલન કરે છે.આ સિવાય ઈન્ડિગો,ગો ફર્સ્ટ અને બ્લુડાર્ટ જેવી કંપનીઓ પણ દેશમાં એરલાઈન્સ ચલાવે છે.આ તમામે સંયુક્ત સાહસમાં રોકાણ કરવાની યોજના બનાવી છે.