લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આગામી સમયમા જમ્મુમા તિરૂપતિ બાલાજી મંદિર ખુલ્લુ મુકાશે

આંધ્રપ્રદેશના તિરૂરુપતિમાં બિરાજેલા ભગવાન વેંકટેશ્વર આગામી સમયમાં જમ્મુમાં પણ તેમના ભક્તોને દર્શન આપશે.જમ્મુ-શ્રીનગરમાં નિર્માણાધીન મંદિરના દરવાજા વિધિવત પૂજા કર્યા બાદ ખોલવામાં આવશે.આ મંદિરનું નિર્માણ તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે.જેમાં 62 એકર જમીનમાં બે તબક્કામાં નિર્માણ થનારા મંદિર પાછળ રૂ.33.22 કરોડનો ખર્ચ કરવામાં આવશે.ભગવાન વેંકટેશ્વરના મુખ્ય મંદિર ઉપરાંત સંકુલમાં શ્રી અંડલ અને શ્રી પદ્માવતીના મંદિરો પણ હશે.મંદિરનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિદ્ધદાના માજીન ગામમાં નિર્માણાધીન આ મંદિરના દરવાજા આગામી 8 જૂને ભક્તો માટે વિધિવત પૂજા કર્યા બાદ ખોલવામાં આવશે.મુખ્ય મંદિરમાં સ્થાપિત થનારી ભગવાન વેંકટેશ્વરની મૂર્તિ આંધ્રપ્રદેશથી લાવવામાં આવી રહી છે.મંદિરના નિર્માણમાં 50થી વધુ કારીગરો સંકળાયેલા છે.મંદિરના નિર્માણમાં જે પથ્થરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે કર્ણાટક અને આંધ્રપ્રદેશથી લાવવામાં આવ્યો છે.આમ તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ બોર્ડના અધ્યક્ષ વાય.વી સુબ્બા રેડ્ડીએ જણાવ્યું હતું કે મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમ આગામી 4 જૂનથી શરૂ થશે.પરંતુ મંદિરના દ્વાર ભક્તો માટે આગામી 8મી જૂને ખોલવામાં આવશે.તિરૂપતિ બાલાજી મંદિરનું ઉદ્ઘાટન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા કરવામાં આવશે.આમ દેશના દરેક રાજ્યમાં ભગવાન વેંકટેશ્વરના મંદિરની સ્થાપના કરવામાં આવશે.આંધ્રપ્રદેશ પછી આ મંદિર જમ્મુ-કાશ્મીર,હૈદરાબાદ,દિલ્હી,કન્યાકુમારી,ચિનાની, ભુવનેશ્વરમાં બનશે અને આવા જ મંદિર મુંબઈ,રાયપુર અને અમદાવાદમાં પણ બનાવવામાં આવશે.