લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / કિંગ ચાર્લ્સ તાજપોશી બાદ ભારત આવે તેવી શક્યતાઓ જોવા મળી

બ્રિટનમાં પ્રિન્સ ચાર્લ્સના રાજ્યાભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.ત્યારે તેઓની આવતીકાલે તાજપોશી થવાની છે ત્યારે ભારતીય મૂળના બ્રિટનના બિઝનેસમેન લોર્ડ કરન બિલિમોરિયાએ કહ્યુ હતુ કે બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ ભારત યાત્રા કરવાની ઈચ્છા ધરાવે છે.આમ રાજ્યાભિષેક પહેલા બિલિમોરિયાએ સંસદ પરિસદમાં સાંસદોના એક ગ્રુપ સાથે વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં તેઓએ કહ્યુ હતુ કે ભારત અને બ્રિટન વચ્ચે મજબૂત થઈ રહેલા સબંધોને જોતા કિંગ ચાર્લ્સ બહુ જલ્દી ભારતની મુલાકાત લે તે માટે હું અનુરોધ કરુ છું.બીજીતરફ મુંબઈના ડબ્બાવાલાઓએ પણ કિંગ ચાર્લ્સને પરંપરાગત પૂણેરી પાઘડી અને શાલ રાજ્યાભિષેક પ્રસંગે ભેટમાં આપી છે.પ્રિન્સ ચાર્લ્સ ડબ્બાવાળાઓના ફેન રહ્યા છે ભૂતકાળમાં પણ ભારત પ્રવાસે તેઓ આવ્યા ત્યારે ડબ્બાવાળાઓને મળ્યા હતા.