લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / એક વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત થાય તેવી શક્યતાઓ

દેશમા એક વર્ષ બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.જેમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગત વર્ષે એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર કર્યો હતો.ત્યારબાદ કેન્દ્રએ મે મહિનામાં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી.ત્યારબાદ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.જ્યારે આ સમયગાળા દરમિયાન ક્રુડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતોમા ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.જેના કારણે વર્તમાનમા દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર રૂ.96.72 અને ડીઝલની કિંમત રૂ.89.62 છે.જ્યારે આ સિવાયના શહેરોમાં પેટ્રોલની કિંમતો પ્રતિ લીટરે રૂ.100થી વધુ છે.જેમાં ચૂંટણી નજીક આવતી હોવાથી લોકોને પેટ્રોલ-ડીઝલની મોંઘવારીમાંથી રાહત મળી શકે તેમ છે.આ વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને ત્યારબાદ આવતા વર્ષે દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે.