લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી સમયમાં સુરતના કાપોદ્રા વિસ્તારમા ટ્રાફિકની સમસ્યા થશે

સુરતના ટ્રાફિકથી ધમધમતા સુરત-કામરેજ રોડ પર કાપોદ્રા પાસે ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે આગામી 25 થી 28 એપ્રિલ સુધી આ રોડ પર તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.ત્યારે આ સમયગાળા દરમ્યાન શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.આમ આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતો હોવાથી વાહનવ્યવહાર બંધ કરાતા ટ્રાફિકની ભારે સમસ્યા થશે તે નક્કી છે.