ઉત્તર પ્રદેશમાં અમુક નોર્મલ એરપોર્ટ છે,પરંતુ ટેબલટોપ એરપોર્ટ અત્યારસુધી ક્યાંય બન્યુ નથી.ત્યારે યુપીનું આ પ્રથમ ટેબલટોપ એરપોર્ટ ચિત્રકૂટની વિંધ્ય પહાડી શ્રેણીમાં બનાવવામાં આવી રહ્યુ છે.જેનુ કામ જોરશોરથી ચાલી રહ્યુ છે.જેમાં આ એરપોર્ટ થોડા જ સમયમાં શરૂ થઈ જશે.આ એરપોર્ટ ટેબલની જેમ હોય છે જેની વચ્ચે રન વે અને બંનેતરફ ખીણ હોય છે.આ એરપોર્ટ જ્યાં પહાડ કે કોઈ ઉચ્ચપ્રદેશ હોય ત્યાં બનાવવામાં આવે છે.ત્યારે ત્યાથી જોવામાં એરપોર્ટ બિલકુલ કોઈ ટેબલના ટોપ જેવુ લાગે છે.આ એરપોર્ટમાં રૂ.146 કરોડનો ખર્ચ થશે.આ બુંદેલખંડનુ પ્રથમ વર્કિંગ એરપોર્ટ હશે.આ એરપોર્ટ સમગ્ર રીતે ભારતીય એરપોર્ટ ઓથોરિટી હેઠળ આવશે.આ એરપોર્ટ પર 20 બેઠકોવાળા પ્લેનને જ ઉડાનની પરવાનગી હશે.આ ટેબલટોપ એરપોર્ટ લેંગપુઈ(મિઝોરમ)શિમલા અને કુલ્લૂ (હિમાચલ પ્રદેશ),પાક્યોંગ (સિક્કિમ),મંગલુરુ (કર્ણાટક),કોઝિકોડ અને કન્નૂર (કેરળ)માં પહેલેથી છે.આ એરપોર્ટ પર કોઈ સામાન્ય પાયલટ લેન્ડ કરી શકતા નથી.આની પર લેન્ડિંગ માટે પાયલટને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે.આનો રન વે સામાન્ય એરપોર્ટના રનવે કરતા નાનો હોય છે અને સૌથી વધુ મુશ્કેલી આવે છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved