લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / આગામી સમયમાં અમેરિકા તાઇવાનને 400 મિસાઇલો આપશે

વર્તમાનમાં જે રીતે રશિયાએ યુક્રેન પર હુમલો કરી યુદ્ધ છેડી દીધુ છે.તેવી જ રીતે ચીન પણ તેના પાડોશી દેશ તાઇવાન પર હુમલા કરીને યુદ્ધ કરવાની તૈયારીમાં છે. ત્યારે તાઇવાને પણ જવાબી કાર્યવાહીની તૈયારી કરી લીધી છે જેના માટે તાઇવાન અમેરિકા પાસેથી યુદ્ધ સમયે ઉપયોગી ઘાતક હથિયારોની ખરીદી કરવા જઇ રહ્યું છે. તાઇવાન એવી મિસાઇલ ખરીદવા જઇ રહ્યું છે જેને દુશ્મન દેશના રડાર અને એંટી મિસાઇલ સિસ્ટમથી પણ બચાવવી શક્ય છે.જેના અંતર્ગત તાઇવાન અમેરિકા પાસેથી 400થી વધુ હાર્પૂન મિસાઇલની ખરીદી કરશે.આ ખરીદીની સમજૂતીને 2020માં મંજૂરી આપી દેવામાં આવી હતી.આ મિસાઇલને બોઇંગ કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે.તાઇવાન મિસાઇલો બદલ અમેરિકાને 1.7 બિલિયન ડોલરની જંગી રકમ ચુકવશે.આ પહેલા ગત 7મી એપ્રીલે બોઇંગની સાથે 1.7 બિલિયન ડોલરના કોન્ટ્રાક્ટની જાહેરાત કરવામાં આવી હતી.આમ હાર્પૂન મિસાઇલની તૈનાતી પ્રથમવાર વર્ષ 1977માં કરવામાં આવી હતી.આ મિસાઇલ કોઇપણ ઋતુમાં હુમલા કરવા માટે સક્ષમ છે.