લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ધો.10માં માસ પ્રમોશન અપાતા ડિપ્લોમા ડિગ્રી કોર્સમાં એડમીશનની પ્રક્રિયા બદલાશે

કોરોનાને કારણે પ્રથમ વખત ધો.10ની પરીક્ષા રદ કરીને 9.50 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.જેમાં હવે કેટલાક વિદ્યાર્થીઓ ધો.11માં પ્રવેશ મેળવશે.પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ ડિગ્રી અને ડિપ્લોમામાં પ્રવેશ મેળવવાનું પસંદ કરશે.ત્યારે આ પ્રકારના વિધાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા બદલાશે.જેના માટે રાજ્ય સરકાર દ્વારા કમિટી બનાવવામાં આવશે.

આમ વર્તમાન પરિસ્થિતિ જોતા નવી કમિટી બનશે.જેમાં 3 પ્રકારે પ્રવેશ પ્રક્રિયા નક્કી થઇ શકે તેમ છે.જેમાં જે વિદ્યાર્થીઓ ડીપ્લોમાં ડીગ્રીમાં એડમીશન લેવા ઈચ્છતા હોય તેમની એન્ટ્રસ પરીક્ષા લેવામાં આવી શકે છે,ધો.10મા ભણતા પ્રીલીમનરી પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે પ્રવેશ આપી શકાશે.તેમજ ધો.9 તથા 10ના પરિણામ પરથી પ્રવેશ આપવામાં આવી શકે છે.આ ત્રણ રીતે રાજ્ય સરકાર દ્વારા બનનાર 8 શિક્ષણવિદોની કમિટીમાં નિર્ણય લેવાઈ શકે છે.

આમ ધો.11માં સાયન્સ,કોમર્સ અને આર્ટસ એમ ત્રણ અલગ-અલગ ક્ષેત્રમાં પ્રવેશ આપવામાં આવશે.ત્યારે કોઈ એક ક્ષેત્ર પર ભાર વધાવની પણ શક્યતા છે.ત્યારે વધુ વિદ્યાર્થીઓ સાયન્સ ક્ષેત્ર પસંદ કરે ત્યારે A અને B ગ્રુપમાં પ્રવેશ આપવા માટે પણ મુશકેલી થશે.આમ માસ પ્રમોશનને કારણે કોમર્સ અને આર્ટસ ક્ષેત્રમાં ઓછા વિદ્યાર્થીઓ એડમીશન લેશે અને સાયન્સ પર ભારણ વધશે.