લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / ઓસ્કાર પછી બાફટા સન્માન એવોર્ડ 2024ની તારીખ જાહેર કરાઇ

વિશ્વમા ઓસ્કાર બાદ સિનેમા જગતનો બીજો મહત્વનો ગણાતો એવોર્ડ બાફટા એવોર્ડ 2024 આવતા વર્ષે ફેબ્રુઆરીમાં જાહેર થશે.ત્યારે બાફટા એવોર્ડ જીતવું એ દરેક અભિનેતા,અભિનેત્રીઓ અને ફિલ્મકારોનું સપનું હોય છે.જેમાં ગત વર્ષે આ એવોર્ડ ટાઈટેનિક ફેમ અભિનેત્રી કેટ વિન્સલેટને મળ્યો હતો.જયારે બેન્ડ સીસ્ટર્સ બેસ્ટ ડ્રામા સીરીઝ તરીકે ઉભરી હતી.ત્યાં બ્રિટીશ એકેડેમી ઓફ ફીલ્મ એન્ડ ટેલિવીઝન આર્ટસ 2024ની તારીખોનું એલાન કરી દીધુ છે.આ એલાન અનુસાર બાફટા એવોર્ડ ફંકશન 18મી ફેબ્રૂઆરી 2024એ યોજાશે.એવોર્ડની જાહેરાત આવતા વર્ષે ઓસ્કાર એવોર્ડ પહેલા કરી દેવામાં આવશે.બાફટા એવોર્ડની શરૂઆત 70 વર્ષ પહેલા 29મે 1949માં થઈ હતી.જેમાં 1947 અને 1948નાં પુરસ્કાર અપાયા હતા.