લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી ત્રણ દિવસ અમદાવાદમાં યલો એલર્ટ અપાયું

આવતીકાલથી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.ત્યારે બીજીબાજુ ગુજરાતમાં ગરમી છે. ત્યારે આ બંને પરિસ્થિતી વચ્ચે ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે.જેમાં રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે બીજીતરફ અમદાવાદમાં આગામી 11 થી 15 એપ્રિલ સુધી કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે.જેમાં ગરમ અને સૂકા પવનોની અસરથી ઉનાળામાં પ્રથમવાર અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી શકે તેમ છે.જેમા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 11 થી 15 એપ્રિલ સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે.જેમા ગરમીનો પારો મહત્તમ 41 ડીગ્રી સુધી જવાની શક્યતા જોવા મળી રહી છે,જેને લઈ એએમસીએ કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે.