લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં દર્દીના સગાઓ ગરમીમાં શેકાવા મજબૂર બન્યા

અમદાવાદમાં વર્તમાન સમયમાં ધોમધખતા તાપનો અનુભવ લોકોને થઈ રહ્યો છે.જેના કારણે શહેરમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.ત્યારે સ્માર્ટસિટી તરીકે ઓળખાતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાઓ ગરમીમાં શેકાવા માટે મજબૂર બન્યાં છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમા વર્ષના 25 હજારથી વધુ દર્દી નોંધાય છે.આમ છતાં સુવિધાને નામે હજુ સ્થિતિ અત્યંત સામાન્ય છે.દર્દીઓ અને તેમના સ્વજનો માટેના વેઈટિંગ એરિયાના કેટલાક ભાગમાં એર કન્ડીશન તો દૂર પંખાની પણ સુવિધા નથી.જેના કારણે તેમને ગરમીમા પણ શેકાવું પડે છે.આ ઉપરાંત હોસ્પિટલ બહાર શેડની પણ વ્યવસ્થા નહિ હોવાથી દર્દીઓ તેમજ તેમના સ્વજનોને નાછૂટકે તડકામાં બેસવું પડતું હોય છે.