લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદ જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર વર્તાઇ ઠેર-ઠેર ઝાડ ધરાશાયી થયા

સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ તૌકતે વાવાઝોડુ અમદાવાદ પહોંચી ચુક્યું છે.જ્યાં 45 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારેપવન સાથે અતીભારે વરસાદ પડી રહ્યો છે.આમ જિલ્લાના ધોળકા,બગોદરા,વિરમગામ સહિતના વિસ્તારમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.ત્યારે બાવળા અને બગોદરામાં અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.ત્યારે ભારે વરસાદના કારણે કેટલાક ગામડાઓના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.આ સિવાય ધોળકા અને ધંધૂકામાં ભારે વરસાદ પડી રહ્યો છે.તૌક-તે વાવાઝોડાને લઈ એએમસી તંત્ર સજ્જ બન્યું છે.ત્યારે સાબરમતી નદીનું લેવલ ઓછું કરાયું છે.વાસણા બેરેજના 2 દરવાજા ખોલાયા છે.