લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નિરવ બક્ષીએ રાજીનામું આપ્યુ

ગુજરાત કોંગ્રેસમાં ઉપપ્રમુખ,મહામંત્રી,પ્રોટોકોલ અને શહેર-જિલ્લા પ્રમુખો મળીને 124 જેટલી નવી નિમણૂક વર્તમાનમા કરવામાં આવી હતી.જેમાં એકસમયે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર હંગામો કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે કોર્પોરેટર નીરવ બક્ષીને અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા હતા.પરંતુ નીરવ બક્ષીએ પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા રાજકારણમાં હડકંપ મચી ગયો છે.જેમા નિરવ બક્ષીએ શહેર કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે.જેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે રજૂઆત કરી છે.ત્યારે તેમના રાજીનામા બાદ કોંગ્રેસે નવા શહેર પ્રમુખને લઈ તજવીજ હાથ ધરી છે.