કોરોનામાં લોકોની આર્થિક સ્થિતિ કપરી બની છે.ત્યારે લોકોનાં ધંધારોજગાર અને નોકરીઓને માઠી અસર થઈ છે.ત્યારે સ્કૂલોની ફી તથા પેટ્રોલ અને ડીઝલનો ખર્ચો લોકોને પોસાય તેમ નથી.ત્યારે બીજીતરફ ઈંધણમાં ભાવવધારો થતાં મોંઘવારીમાં પણ વધારો થયો છે.ત્યારે લોકોએ ઈલેક્ટ્રીક વ્હીકલનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.આમ અમદાવાદ આરટીઓમાં છેલ્લા દોઢ વર્ષમાં 378 ઈલેક્ટ્રીક વ્હીકલ નોંધાયા છે.આમ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોટની સુવિધાઓ હોવાછતાં લોકો પોતાનું વાહન લઈને નોકરી ધંધે જતા હોય છે.આમ આ વિહિકલ માટે પીયુસીની જરૂર નથી હોતી.કારણ કે આ વિહિકલ ઇલેક્ટ્રિક હોવાથી તેને ઇકોફ્રેન્ડલી ગણવામાં આવે છે.તેની નંબર પ્લેટ પણ ગ્રીન હોય છે.જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2020 સુધી 159 અને 2021માં અત્યારસુધી 87 ટુ વહિલરનું રજિસ્ટ્રેશન થયું છે.આ સિવાય માલસામાનની હેરફેર માટે વર્ષ 2020માં 100 અને 2021થી અત્યારસુધીમાં 21 વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.આ ઇલેટ્રીક વિહિકલ બેટરીથી ચાલે છે.જેમાં તેની કિંમત અલગ-અલગ કેપિસિટીવાળા વેરિયન્ટમાં જોવા મળે છે. આ વિહિકલને એકવાર ફૂલ બેટરી ચાર્જ કર્યા પછી તે અમુક કિલોમીટર સુધી ચાલે છે.ત્યારબાદ તેને ફરીથી ચાર્જ કરવું પડે છે.ત્યારે અમુક વેરિયન્ટમાં 2 બેટરી આવે છે જેથી 1 બેટરી લો થઈ જાય તો બીજી બેટરીની મદદ લઇ શકાય છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved