લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી,સિવિલમા તેમજ ખાનગી હોસ્પિટલમા બેડ ખાલી થયા

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતકી સાબિત થઈ હતી.ત્યારે આ લહેરમાં ગામડાંમા વધુ પ્રમાણમાં કોરોના ફેલાયો હતો.આમ હવે આ લહેર ધીમી પડતાં ડૉક્ટરો તથા પેરા મેડિકલ સ્ટાફે હાશકારો અનુભવ્યો છે.ત્યારે બીજીતરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓમાં 50 ટકાનો ઘટાડો થયો છે.આમ 25 એપ્રિલે અમદાવાદમાં કોરોના કેસનો આંકડો 5 હજારને આંબી ગયો હતો,જે ઘટીને 1 હજાર પર આવી ગયો છે.બીજીતરફ શહેરના માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમા પણ ઘટાડો થયો છે.

આમ મેડિસિટી ઉપરાંત કિડની ઇન્સ્ટિટયૂટ,યુ.એન મહેતા હાર્ટ ઇન્સ્ટિટયૂટ,કેન્સર રિસર્સ અને મંજુશ્રીમા 2220 બેડ પૈકી 1157 બેડ ખાલી છે.આમ કેસોની સંખ્યામાં ઘટાડો થતાં ઓક્સિજનનો વપરાશ પણ ઘટયો છે.