ગુજરાત રાજ્યના ચારે જિલ્લાના સિમાડા વિંધીને પસાર થતી નવી બ્રોડગેજ રેલવેલાઈન ઉપર 15 જાન્યુથી અમદાવાદ-ડુંગરપુર ડેમુ સ્પે.ટ્રેન દોડતી થશે. મીટરગેજ રેલવે લાઈનને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને કારણે વર્ષો સુધી આ રેલ સેવા બંધ રહી હતી.અમદાવાદના અસારવાથી ડુંગરપુર સપ્તાહના 6 દિવસ માટે નિયમીત દોડશે. જે દહેગામ,તલોદ,હિંમતનગર,વિરાવાડા,રાયગઢ,શામળાજી રોડ,લુસડીયા અને ડુંગરપુર સહિતના અનેક રેલવે સ્ટેશન ખાતે થોભશે.જેનાથી હજારો પરિવારોને લાભ થશે.જે ટ્રેન 15 જાન્યુના રોજ બપોરે 2:50 કલાકે ડુંગરપુર અસારવા ટ્રેન ડુંગરપુરથી વિધીવત રીતે પ્રસ્થાન પામશે,જે સાંજના 4:58 કલાકે હિંમતનગર,5:43 કલાકે તલોદ અને રાત્રે 8:45 કલાકે અસારવા ખાતે પહોંચશે. જે અસારવાથી ડુંગરપુર માટે સવારે અસારવાથી 10:00 વાગે ઉપડીને,11:07 કલાકે તલોદ,12:15 કલાકે હિંમતનગર અને બપોરે 2:30 કલાકે ડુંગરપુર ખાતે પહોંચશે.આ ડેમુ સ્પે.ટ્રેનમાં પ્રાથમિક તબક્કે 6 ડબા હશે જેમાં 576 બેઠક હશે. આ ડુંગરપુર સુધી દોડનારી ટ્રેન સુવિધાને કારણે અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓના મુસાફરોને તથા વેપાર-ધંધા ઉદ્યોગને ફાયદો થશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved