લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ માટે એસ્કેલેટર સીડીનું લોકાર્પણ કરવામાં આવ્યું

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બસ પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.જે સંદર્ભે 2 નવી એસ્કેલેટર સીડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.આમ કાલુપુર રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે,જ્યાં વિશાળ રેલવે સ્ટેશન હોવાના કારણે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે પ્રવાસીઓને સરળતા રહે તે માટે ઈલેક્ટ્રીક સીડી મુકવામાં આવી છે.આ અગાઉ રેલ્વે સ્ટેશનના પ્રવેશ અને એક્ઝિટના સ્થાને પણ એસ્કેલેટર મૂકવામાં આવ્યું હતું.જે બાદ પ્રવાસીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થતાં નવા 2 એસ્કેલેટર મૂકવામાં આવ્યા છે.આમ અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી તથા અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટ પરમારની હાજરીમાં બે એસ્કેલેટરની સુવિધા શરૂ કરવામાં આવી હતી.