અમદાવાદના મણિનગર ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં સોમવતિ અમાસના દિવસે દાડમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં 400 કિલો કરતાં વધારે દાડમની કલાત્મક સજાવટ કરવામાં આવી હતી.જેમાં રાજભોગ,આરતી,દર્શન સમયે શ્રદ્ધાળુ તેમજ ભાવિક ભક્તોએ ઓનલાઈન દર્શનનો લ્હાવો લીધો હતો.આમ સ્વામિનારાયણ ભગવાન,સ્વામીબાપા અને વેદ રત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં અને પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં દાડમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આમ આ દિવસે પૂજા-પાઠ,વ્રત,સ્નાન અને દાન કરવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે.સોમવતી અમાસના દિવસે તીર્થ સ્નાન કરવાથી ક્યારેક નષ્ટ ન થતું પુણ્ય મળે છે.
આમ દાડમને રોજના આહારમાં સામેલ કરવું જોઈએ.દાડમ ખાવાથી પેટની આસપાસની ચરબી ઓછી થઇ જાય છે.આમ દાડમમાં વિટામિન એ,સી,ઈ અને ફોલિક એસિડ અને એન્ટી ઓક્સિડેન્ટ મળી આવે છે.દાડમમાં રહેલા વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.આમ ગરમીની સિઝનમાં દાડમને પોતાના આહારમાં સામેલ કરી લેવું જોઈએ,તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થઇ જાય છે.દાડમ ખાવાથી દાંત સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved