લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોત અને શમશેરસિંહનું નામ મોખરે જોવા મળ્યુ

ગુજરાતમાં આગામી દિવસોમાં આઈ.પી.એસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાશે.જેમાં રાજ્યના અમદાવાદ,સુરત,રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશ્નરોની બદલીઓ પણ કરવામાં આવી શકે તેમ છે.ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ આગામી 30 એપ્રિલના રોજ નિવૃત્ત થતાં તેમના સ્થાને આઈ.બીના વડા અને એસીબીના ડાયરેક્ટર અનુપમસિંહ ગેહલોત તેમજ વડોદરાના પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંહનું નામ મોખરે હોવાનુ ચર્ચાઈ રહ્યું છે.આ ઉપરાંત સુરત પોલીસ કમિશ્નર અજય તોમર અને જેલોના વડા ડો.કે.એલ.એન રાવના નામોની પણ ચર્ચાઓ ચાલી રહી છે.આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જેસીપી અને અમદાવાદ રેન્જ આઈજીપી વી.ચંદ્રશેખર સહિતના અનેક અધિકારીઓની બદલીઓ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.