કોરોનાની બીજી વેવ પછી સરકાર દ્વારા વિવિધ કામો શરૂ કરવામાં આવ્યા છે.જેમાં આવતીકાલે રિવરફ્રન્ટ ફેજ-2નું ખાતમુહૂર્ત થશે તેમજ બ્રિજનું લોકાર્પણ થશે.આમ અંદાજે 550 કરોડના કામને મંજૂરી આપી કાર્યરત કરવામાં આવશે.જેમાં શહેરના બ્રિજને લોકાર્પણ કરવા સુધીની કામગીરી કરવામાં આવનાર છે.જેનાથી શહેરની ટ્રાફિક સહિતની સમસ્યાઓ નિવારવામાં મદદ થશે.
આમ અમદાવાદમાં એ.એમ.સી દ્વારા મંજૂર કરાયેલા 1350 કરોડના કામમાં ખાતમૂહૂત તેમજ લોકાપર્ણ આગામી 28 તારીખે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.જેમા ફ્લાયઓવર તેમજ રિવરફ્રન્ટની કામગીરી મુખ્ય છે.જેમા રાજેન્દ્ર પાર્ક ફ્લાયઓવર તેમજ વિરાટનગર ફ્લાયઓવર જનતા માટે ખુલ્લા મુકવામાં આવશે સાથે જ એ.એમ.સી દ્વારા વર્ષ 2019માં અંદાજે 600 ઈલેક્ટ્રીક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાથી ગત વર્ષે 300 બસોનો ઓર્ડર રદ્દ કરવામાં આવ્યો છે.જ્યારે 50 બસોની ડિલિવરી થઈ ગઈ છે.જેનું મુખ્યમંત્રી લોકાપર્ણ કરવાના છે.જે 50 બસો ખરીદવા પાછળ 70 કરોડની આસપાસનો ખર્ચ થયો છે.
આમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રૂ.550 કરોડના ખર્ચે ફ્રેઝ 2ની કામગીરી શરૂ થઈ ગઈ છે.જેમા ડફનાવાળી થી ઈન્દીરા બ્રિજ સુધીનો રોડ તેમજ પાવર હાઉસ થી એરપોર્ટ સર્કલ બ્રિજ મુખ્ય છે સાથે જ મુખ્યમંત્રી વસ્ત્રાલમાં 50 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આધુનિક સ્પોર્ટ સંકુલનું પણ ખાતમુહૂર્ત કરવાના છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved