કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે શહિદ સ્મૃતિ અને ગાંધી નિર્વાણ દિન નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ હાઉસ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભીંતચિત્રનું અનાવરણ કર્યું હતું.આ સાથે તેમણે માટીના કૌશલ્યકારોને ઈલેક્ટ્રીક ચાકડાનું અને મધ-ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યમીઓને મધમાખી ઉછેર માટેની પેટીઓનું વિતરણ કર્યું હતું. આ ભીંતચિત્ર ભારતના હસ્ત-કારીગરો દ્વારા નિર્મિત 2,975 માટીની કુલડીમાંથી તૈયાર કરવામાં આવ્યું છે.આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાદગી,સ્વદેશી,સ્વભાષા,સત્યાગ્રહ અને સાધનશુદ્ધિ જેવા વિચારો ભારતના પુન:નિર્માણ માટે આજે પણ એટલા જ મહત્વના અને પ્રસ્તુત છે.આમ આ ભીંતચિત્ર દેશભરના 75 કારીગરો દ્વારા માટીની 2975 કુલડીથી તૈયાર કરવામાં આવ્યું છે.આઝાદ દેશના 75માં વર્ષે 100 સ્કેવર મિટરનું આ ભીંતચિત્ર પૂજ્ય બાપુએ પરફેક્ટ ટ્રીબ્યુટ છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved