અમદાવાદ સ્થિત સાયન્સ સિટીના આકર્ષણોમાં ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીનો ઉમેરો કરવામાં આવશે.જેમાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગની ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી વચ્ચે આ ગેલેરીની સાયન્સ સિટીમાં સ્થાપના કરવા માટેના એમ.ઓ.યુ મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં સંપન્ન કરવામાં આવ્યા હતા.જે ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીનું નિર્માણ સાયન્સ સિટીના પ્લેનેટ અર્થ પેવેલિયનમા રૂ.10 કરોડની નાણાંકીય સહાયથી હાથ ધરાવાનું છે અને તેનું નિર્માણકાર્ય આગામી 12 મહિનામાં પૂર્ણ થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.આ ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીમાં પરમાણુ તેમજ અણુઊર્જા ક્ષેત્ર સાથે સંબંધિત અને વિવિધ આધુનિક હાથ ધરાયેલા પ્રદર્શનો દર્શાવવામાં આવશે.આ ગેલેરી પરમાણુ અને અણુ ઊર્જાની ભારતની આત્મનિર્ભરતા તરફની સફરને પ્રદર્શિત કરશે.સાયન્સ સિટી પરમાણુ અને અણુઊર્જા તેમજ તેના શાંતિપૂર્ણ ઉપયોગો વિશે સમાજમાં જાગૃતિ લાવવા માટે વિવિધ વર્કશોપ તેમજ કાર્યક્રમો યોજાશે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved