આવતીકાલે 6 એપ્રિલે હનુમાન જયંતિ હોવાથી સમગ્ર દેશમાં તેની ઉજવણી કરવામાં આવશે.ત્યારે અમદાવાદના શાહીબાગ ખાતેના કેમ્પ હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા આજે નીકળી હતી.જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજા-અર્ચના કરીને શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.જેમા મુખ્યમંત્રીએ આરતી કરી ઝંડી બતાવી યાત્રા શરૂ કરાવી હતી.જે રથયાત્રા બાદ પ્રથમવાર મુખ્યમંત્રીએ હનુમાનજીની શોભાયાત્રા શરૂ કરાવી છે.આ ઉપરાંત આર્મી ગ્રુપ ઓપરેશનના કમાન્ડન્ટે શ્રીફળ વધેરીને રથનો પ્રારંભ કરાવ્યો હતો.જેમા રથનો પ્રારંભ થતા કેમ્પ હનુમાનથી રથયાત્રા નીકળી હતી જેમાં 30 ટ્રક,300 ટુ વ્હીલર,50 ગાડીઓ સામેલ છે.ત્યારે રસ્તામાં રથયાત્રાનું સ્વાગત કરવા 40 સ્વાગત કેન્દ્રો પણ રાખવામાં આવ્યા છે.20 કિમીની રથયાત્રા કેમ્પ હનુમાનથી વાસણા વાયુદેવના મંદિર સુધી જશે.જેમા મંદિરથી સુભાષ બ્રિજ,ઉસ્માનપુરા,ઇન્કમ ટેક્ષ,પાલડી,અંજલિ ચાર રસ્તા,ચંદ્રનગર થઈ વાસણા ખાતે પહોંચશે.જે 2 વાગે વાસણા પહોંચશે ત્યાંથી 2:30 વાગે યાત્રા પ્રસ્થાન કરશે.જે ધરણીધર,માણેકબાગ,પાંજરા પોળ,વિજય ચાર રસ્તા,ઉસ્માનપુરા,સુભાષબ્રિજ થઈ યાત્રા મંદિર પરત ફરશે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved