Error: Server configuration issue
અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે લોકોને સામેથી દર્શન આપવા નગરચર્યાએ નીકળતા હોય છે.ત્યારે 72 વર્ષ બાદ આ વર્ષે ભગવાન નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે.જેમાં રથની ઊંચાઈ અને પહોળાઈ જૂના રથ મુજબ જ છે.22મી જૂને ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજવાની છે,ત્યારે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથનું પૂજન કરવામાં આવશે.અખાત્રીજના દિવસે ભગવાનને ચંદનનો શણગાર કરવામાં આવતો હોય છે.રથનું પૂજન કરી અને રથની કામગીરીની શરૂઆત થતી હોય છે.ત્યારે જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ,ટ્રસ્ટી મહેન્દ્ર ઝા,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રથનું પૂજન કરવામાં આવશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved