સમગ્ર ગુજરાત માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામાં આવી છે.ત્યારે જો ઈ-મેમોના દંડની રકમ આગામી ત્રણ મહિનામાં નહીં ચૂકવાય તો આપોઆપ ટ્રાફિક કોર્ટમાંથી મેમો મોકલવામાં આવશે.અમદાવાદમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓના ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેક્ટનું સફળ સંકલન કરવામાં આવ્યુ છે.જેમાં વાહન માલિકના મોબાઈલ નંબર પર એસ.એમ.એસ દ્વારા નોટિસ આપવામાં આવશે.ત્યારે ગુજરાતની પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની આજથી અમદાવાદની મેટ્રો કોર્ટમાં શરૂઆત થઈ છે.આમ અમદાવાદમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે.જેમા લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ સક્રિય જોવા મળી રહી છે. અમદાવાદમાં વાહનચાલકોને ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે.આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved