લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદની એસ.વી.પી સહિતની વી.એસ,એલ.જી તેમજ શારદાબેન હોસ્પિટલને સંપૂર્ણ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી

અમદાવાદની હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર કરવા માટે બેડ ઉપલબ્ધ નથી.ત્યારે આવી પરિસ્થિતિમા એ.એમ.સીએ ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિસિપલ ક્વોટામાં 20 ટકા બેડ રિઝર્વ રાખવાનો આદેશ કર્યો છે.ત્યારે સરકારે શહેરની એસ.વી.પી હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરી હતી.આમ આ સિવાય વી.એસ જનરલ હોસ્પિટલ,એલ.જી જનરલ હોસ્પિટલ,શારદાબેન હોસ્પિટલને સંપૂર્ણપણે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.આમ અમદાવાદ શહેર તેમજ જિલ્લામાં 2,282 કેસ નોંધાયા છે અને 435 દર્દી સાજા થયા છે,જ્યારે શહેરમાં 23 લોકોના મોત થયા છે.

આમ કોર્પોરેશને શહેરની 140 જેટલી ખાનગી હોસ્પિટલોને કોવિડના દર્દીઓને દાખલ કરવા ડેઝિગ્નેટેડ કરાઈ છે.ત્યારે ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં 108ની સેવા મારફતે એ.એમ.સી દ્વારા રિફર કરેલ દર્દીઓને મોકલવામાં આવશે.આમ કોરોનાના વધતાં જતાં કેસને પગલે શહેરમાં કોવિડની સારવાર આપતી ખાનગી હોસ્પિટલોની સંખ્યા સાથે બેડમાં પણ વધારો કરાયો છે.આમ ખાનગી હોસ્પિટલોમાં 5794 બેડમાંથી 5327 બેડ ભરાઇ ગયા છે,તેમાંય વેન્ટિલેટર સાથે માત્ર 9 બેડ જ ખાલી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકુમારે આદેશ કર્યો છે કે અમદાવાદની કોવિડ 19ની સારવાર કરતી તમામ હોસ્પિટલમાં 20 ટકા બેડ ખાનગી હોસ્પિટલોએ કોર્પોરેશન દ્વારા રીફર કરવામા આવતા દર્દીઓ માટે રિઝર્વ રાખવાના રહેશે.જેમાં 108 દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વ ક્વોટામાં આ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.