દેશમાં દિવસે ને દિવસે વધી રહેલી મોંઘવારીથી સામાન્ય માણસની હાલત કફોડી બની જવા પામી છે.જેમાં પેટ્રોલ-ડિઝલ સહિત જીવનજરૂરી ચીજોના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે.ત્યારે આગામી સમયથી વડોદરા થી અમદાવાદના કારના ટોલ ટેક્સમાં રૂ.10નો વધારો કરવામાં આવ્યો છે.જે ટોલના ભાવમાં વધારો થતા કાર,જીપ, વાન અને લાઈટ મોટર વ્હિકલ પ્રકારના વાહનોને અમદાવાદથી વડોદરા ટોલટેક્ષ સીંગલ રૂ.135 અને રીટર્ન રૂ.200 આપવા પડશે.જ્યારે અમદાવાદથી નડિયાદની સીંગલ ટ્રીપ માટે રૂ.65 અને રીટર્ન ટ્રીપના રૂ.95 થશે.અમદાવાદથી આણંદની સીંગલ ટ્રીપના રૂ.85 અને રીટર્ન ટ્રીપના રૂ.125 થશે.આ ભાવવધારાની જાહેરાત આઈ.આર.બી કંપની દ્વારા કરવામાં આવી છે.અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે રઘવાણજના ટોલનાકા પર કારના રૂ.105 અને વાસદથી વડોદરા માટે વાસદ ટોલનાકા પર કારના રૂ.150 રૂપિયા વસૂલવામાં આવશે.આ વધારા બાદ આગામી 1 એપ્રિલથી વડોદરાથી આણંદ ફાસ્ટટેગની ટોલ ફી રૂ.50,નડિયાદ માટે રૂ.70 અને વડોદરાથી ઔડા રિંગ રોડના રૂ.130 અને અમદાવાદ માટે રૂ.135 ચૂકવવા પડશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved