અમદાવાદમાં વસ્ત્રાલ ગામના મેટ્રો સ્ટેશનની પાસેથી સરદાર પટેલ રિંગ રોડ પસાર થઇ રહ્યો છે. જેમાં મેટ્રોના મુસાફરોને મેટ્રો સ્ટેશને જતા રોડ ઓળંગવો ન પડે,અકસ્માતનું જોખમ કે ટ્રાફિકજામની સમસ્યા વેઠવી ન પડે તે માટે વર્તમાનમાં રિંગ રોડ પર મેટ્રો બ્રિજની નીચે રિંગરોડ પર જ ગોળાકાર આકારના ફૂટ ઓવરબ્રિજનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેના થકી મુસાફરોની તમામ સમસ્યાઓનું સમાધાન થઇ જશે. સરદાર પટેલ રિંગ રોડ પર મેટ્રોના સંકલનમાં રહીને ઔડા દ્વારા ફૂટ ઓવરબ્રિજનું કામકાજ હાથ ધરાયું છે. જેને લઇને મુસાફરોને મોટી રાહત મળી રહેશે. આ ફૂટ ઓવરબ્રિજ ગોળાકાર બનાવાયો છે. જેને લઇને વર્તમાનમાં તેની આકર્ષણ ડિઝાઇન લોકોમાં કુતુહલ અને આકર્ષણ જન્માવી રહી છે.સરદાર પટેલ રિંગ રોડ પર હાથીજણ સર્કલથી માંડીને છેક ઓઢવ સર્કલ સુધી રોજ પીક અવર્સમાં ચક્કાજામની સ્થિતિ રહેતી હોય છે. ત્યારે રોડ ક્રોસ કરવો પણ મુસીબત છે. ટ્રાફિકજામ વચ્ચે અકસ્માતનું જોખમ પણ રહેલું હોવાથી આ ફૂટ ઓવરબ્રિજ મુસાફરોની તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરશે.આમ મેટ્રો બ્રિજની નીચે વસ્ત્રાલમાં ફૂટઓવરબ્રિજ મુસાફરો માટે આશિર્વાદરૂપ સાબિત થશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved