લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદની મેટ્રો કોર્ટમા ચીફ જજ સહિત 2 જજ અને સ્ટાફ મળી કુલ 15 લોકો કોરોના પોઝિટિવ આવ્યા

રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે ત્યારે અમદાવાદની મેટ્રો કોર્ટમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા છે.જેમાં ઘી કાંટા મેટ્રો કોર્ટના એ.વાય.દવે સહિત બે જજ અને સ્ટાફ સહિત કુલ 15 જેટલા લોકો કોરોના પોઝિટિવ આવતાં કોર્ટમાં હાહાકાર મચી ગયો છે.આમ રાજ્યની અન્ય નીચલી કોર્ટમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા બંધ રાખવાની ફરજ પડી છે,ત્યારે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદમાં પણ નીચલી કોર્ટ બંધ રાખવામાં આવે અને ઓનલાઇન સુનાવણી થાય તેવી શક્યતા રહેલી છે.રાજ્યમાં કોરોનાના કેસો વધતા કોર્ટ બંધ થયા બાદ તાજેતરમાં અમદાવાદમાં નીચલી કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવામાં આવી છે.ત્યારે ફરી એકવાર રાજ્યના અન્ય શહેરમાં આવેલી કોર્ટમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા છે.તેને ધ્યાનમાં રાખીને 10 એપ્રિલના રોજ અમદાવાદ સહિત રાજ્યની તમામ કોર્ટમાં યોજાનારી લોકઅદાલત બંધ રાખવા અંગે વકીલોએ માગ કરી છે.

આમ રાજ્યમાં જે રીતે 45 વર્ષથી વધુ લોકોને વેક્સિન આપવાની કામગીરી શરૂ થઈ છે ત્યારે કોર્ટમાં પણ 45 વર્ષથી ઉપરના વકીલોને વેક્સિન આપવામાં આવે છે.