લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અલિયાબાડાની બી.એડ કોલેજ કેમ્પસમાં જોબ પ્લેસમેન્ટ ફેર યોજાયો

જામનગરમા ગંગાજળા વિધામંડળ સંચાલિત દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિધાલય ખાતે જોબ પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમા છેલ્લા 5 વર્ષના તેમજ હાલમાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 110 જેટલા શિક્ષક ઉમેદવારો હાજર રહ્યા હતા અને 15થી વધુ સંસ્થાના 35થી વધુ નોકરીદાતાઓ હાજર રહ્યાં હતા.જેમા ઉચ્ચ પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિવિધ વિષયની 85 જગ્યા પર ઉમેદવારોના ઈન્ટરવ્યું લઈને 50 જેટલા ઉમેદવારોની અલગ-અલગ વિષયોમાં પસંદગી કરવામાં આવી હતી.જે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના,દીપ પ્રાગટ્યથી કરવામાં આવો હતી.કાર્યક્રમના અધ્યક્ષ આશર દ્વારા દરેક શાળાનો આવકાર પરિચય આપવામાં આવ્યો હતો.જે સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પ્લેસમેન્ટ ઓફીસર ડો.જીજ્ઞેશ એચ.લીમ્બાચીયાએ કર્યું હતું.