લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશભરમાંથી વન નેશન વન રજીસ્ટ્રેશન પ્લાન અંતર્ગત ખરીદ-વેચાણ કરાર થઇ શકશે

દેશમાં ખેતી સહિતની જમીનો માટેનું રેકોર્ડ ડીજીટલ કરવામાં આવી રહ્યું છે.જેમાં આગામી સમયમાં વન નેશન વન રજીસ્ટ્રેશન પોલીસી અમલમાં આવશે.જેમાં વર્તમાનમાં જે રીતે અનેક રાજ્યોએ આઈટી આધારિત લેન્ડ પાર્સલ આઈન્ડીફીકેશન નંબરની પ્રક્રિયા ચાલુ કરી છે તે હવે રાષ્ટ્રીય સ્તરે લઇ જવામાં આવશે.સમગ્ર દેશમાં જમીનના આઈન્ડીફીકેશનને એક જ નંબર હશે તે યોજના અમલમાં આવી રહી છે અને તમામ રાજ્યો એક જ પ્રકારની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરશે.દેશભરમાંથી કોઇ સ્થળેથી જમીન અંગેના દસ્તાવેજો અને ડોક્યુમેન્ટ થઇ શકશે.આ પ્રક્રિયાથી સમગ્ર દેશમાં જમીન ખરીદ-વેચાણનું એક મોટુ બજાર ઉભું થશે અને આ પોર્ટલ મલ્ટી લેંગ્વેજ હશે,જેના કારણે લોકોને પોતાની ભાષામાં વ્યવહાર કરવામાં પણ સરળતા રહેશે.