વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોનાની બીજી લહેર ભારતને પોતાના ભરડામાં લઈ રહી છે.ત્યારે દેશના 15 જેટલા રાજ્યોની સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે.આમ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,82,315 નવા કેસ સામે આવ્યા છે,જ્યારે 3,38,439 દર્દીઓ સાજા થયા છે તેમજ 3,780 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.આ સિવાય દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 34,87,229 થઈ ગઈ છે.આમ અત્યારસુધી 2.26 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આ સિવાય મહારાષ્ટ્ર રાજ્યની વાત કરવામાં આવે તો તેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 51,880 નવા કેસો સામે આવ્યા છે જ્યારે 891 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 6,41,910 થઈ ગઈ છે અને અત્યારસુધી 71,742 લોકોના મોત થયા છે.
આમ આ જ પ્રમાણે કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,631 નવા કેસો સામે આવ્યા છે,જ્યારે 292 લોકો મૃત્યુ પામ્યા છે,જ્યારે એક્ટિવ કેસ 4,64,363 થઈ ગયા છે અને 16,538 લોકો મૃત્યુ પામ્યા છે.આમ આ સિવાય દેશના યુપી,તમિલનાડુ,આંધ્રપ્રદેશ,દિલ્હી,રાજસ્થાન, હરિયાણા,બિહાર,ગુજરાત,મધ્યપ્રદેશ,બંગાળ,પંજાબ,ઉત્તરાખંડ અને ઝારખંડની સ્થિતિ પણ ચિંતાજનક છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved