લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતમાં કોરોના રસીકરણ અભિયાનમાં ૫૬ લાખથી વધુ લોકોને રસી અપાઈ ગઈ

ભારતમાં કોરોના મહામારી સામે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં અત્યારસુધીમાં ૫૬ લાખથી વધુ લોકોને રસી અપાઈ ગઈ છે અને રસીના કારણે મોત અથવા રસી લીધા પછી આડઅસરના કોઈ ગંભીર કેસ સામે આવ્યા નથી તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું.

આમ મંત્રાલયે કહ્યું હતું કે,કોરોનાને નાથવા માટે દેશમાં ચોતરફી લડાઈ ચાલી રહી છે.રસીકરણ અભિયાનની સાથે વ્યાપક પ્રમાણમાં કોરોનાના ટેસ્ટિંગની કામગીરી પણ ચાલી રહી છે,જેના ભાગરૂપે અત્યારસુધીમાં ૨૦ કરોડથી વધુ લોકોના પરીક્ષણ થઈ ગયા છે.ત્યારે બીજીબાજુ ઉત્તરપ્રદેશમાં કોરોના રસીકરણનો પહેલો રાઉન્ડ પૂર્ણ થતાં ૧૮૦૦થી વધુ લોકો લાપતા થઈ ગયા છે.

આમ દેશમાં કોરોના સામેની લડાઈમાં રસીકરણ અભિયાન શરૂ કર્યા પછી ૨૨ દિવસમાં કુલ ૫૬,૩૬,૮૬૮ લોકોને રસી અપાઈ ચૂકી છે,જેમાં ૫૨,૬૬,૧૭૫ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ૩,૭૦,૬૯૩ ફ્રન્ટલાઈન વર્કર્સનો સમાવેશ થાય છે.પોલીસ,સફાઈ કર્મચારી સહિતના ફ્રન્ટલાઈન વર્કર્સને દેશમાં ૨જી ફેબુઆરીથી રસી આપવાનું શરૂ થયું છે.

આમ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હોય કે મોત થયું હોવાનો કોઈ કેસ સામે આવ્યો નથી.જ્યારે બિહાર,મધ્યપ્રદેશ,ત્રિપુરા,ઉત્તરાખંડ,ઉત્તરપ્રદેશ સહિતના ૧૩ જેટલા રાજ્યોમાં સ્વાસ્થ્ય કર્મચારીઓને સરેરાશ ૬૦ ટકા રસીકરણ થઈ ગઈ છે,જ્યારે દિલ્હી,પંજાબ,આસામ સહિતના ૧૨ જેટલા રાજ્યોમાં ૪૦ ટકા સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી અપાઈ ચૂકી છે.