લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સમગ્ર દેશમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી

વર્તમાનમાં સમગ્ર દેશમાં હનુમાન જયંતીનો તહેવાર ઉજવાશે ત્યારે આ તહેવારને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ શાંતિ અને સદભાવના ન ખોરવાય તેની તકેદારી રાખવા નિર્દેશ આપ્યા છે.આમ અનેક રાજ્યોમા હનુમાનજીની શોભાયાત્રાઓ કાઢવામાં આવશે.ત્યારે તેના સંદર્ભમાં ગયા સપ્તાહે દેશના પશ્ચિમ બંગાળ,બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં ફાટી નીકળેલા કોમી રમખાણોને ધ્યાનમાં રાખી ગૃહમંત્રાલયે બધા જ રાજ્યોને સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા જાળવવા વધુ તકેદારી રાખવા એડવાઈઝરી રજૂ કરી છે.