લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સમગ્ર દેશમાં જેઈઇ મેઈન્સની બીજા તબક્કાની પરીક્ષા વિધાર્થીઓ આપશે

સમગ્ર દેશમાં આજથી બીજા તબક્કાની જેઈઇ મેઈન્સની પરીક્ષા શરૂ થઈ છે.જે પરીક્ષા આગામી 12મી એપ્રિલ સુધી ચાલશે.ત્યારે દેશભરમાં 9.4 લાખ વિદ્યાર્થીઓ બીજા તબક્કાની જેઈઇ મેઈન્સ પરીક્ષા આપશે.જે પરીક્ષા બે પાળીમા લેવામાં આવશે.જેમાં સવારે 9 થી 12 અને બીજી બેન્ચ બપોરે 3 થી 6 સુઘી લેવાશે.જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા 24 ફેબ્રુઆર થી 4 માર્ચ સુધી લેવાઈ હતી.જ્યારે બીજા તબક્કાની પરીક્ષા આગામી 12 એપ્રિલ સુધી ચાલશે.જેના માટે અમદાવાદ સહિત ગુજરાતમાંથી 60,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.આ પરીક્ષામાં ફિઝિક્સ,કેમેસ્ટ્રી અને મેથ્સ સહિતના વિષયોનું 300 માર્કસનું પેપર હોય છે.